તકલીફમાં છે આ જીવન…
કેમ કે આ જ એવું જીવન છે જ્યાં દરેક વ્યક્તિ જુદી રીતે અનુભવે છે,
કોઈ માટે સ્મિતનો કારણ, કોઈ માટે વિચારનો ભાર.
જીવનને બદલી શકીએ એવું નથી,
પણ જીવનની અંદર રહેલી લાગણીઓને બદલવાની શક્તિ આપણામાં છે.
દરેક અનુભવ સાથે લાગણીનો રંગ બદલાય છે, ક્યારેક કઠણ, ક્યારેક કોમળ.
આપણું સત્ય પણ હવે એ જૂઠના પડછાયામાં જીવતું થયું છે,
જેમાં આપણે જ પ્રકૃતિને નુકસાન પહોંચાડી આનંદ શોધી રહ્યા છીએ.
ભલે કામમાં વ્યસ્ત હોઈએ,
પણ અંતે થાકેલા મનને શાંતિની જરૂર પડે છે,
અને ત્યાં જ આપણું આત્મચિંતનનું સ્વરૂપ લે છે.
જો આપણે પોતાની વાસ્તવિકતા જોઇ શકીએ,
તો સમજાય કે જીવનમાં દુઃખ ઓછું નથી,
પણ એ દુઃખ વિચારોના ભારમાં છુપાયેલું છે.
જે વસ્તુ કે વ્યક્તિ સાથે પ્રેમ જોડાય,
તેનું સાચું મૂલ્ય ત્યારે જ સમજાય,
જ્યારે તે આપણી વચ્ચે રહેતી નથી.

છેલ્લે, જીવન ફક્ત એક અનુભવ છે.
કોઈને એક દિવસમાં સમજાય છે,
કોઈને વર્ષો પછી
પણ જ્યારે સમજાય છે, ત્યારે તેનું મૂળ મૂલ્ય ક્યાંક ખોવાઈ જાય છે.
દરરોજની વાતોમાં ભૂતકાળના અનુભવની છાપ હોય છે,
અને ભવિષ્ય માટે નવા અનુભવોની તલપ.
પરંતુ સવાલ એ છે,
આ ઈચ્છાઓ શું ખરેખર આપણી છે?
કે પછી બજાર અને સમાજે આપણા મનમાં વાવેલા બીજ છે?
કદાચ આપણે એટલા લાચાર બની ગયા છીએ
કે એક ઈચ્છા આખું જીવન બદલી શકે છે.

અને છતાં, દરેક અનુભવ આપણું શિક્ષક છે,કારણ કે સમય ફક્ત અનુભવ માટે જ છે.
અંતે એ સમજવું જ જીવનનો સાર છે,
કે એ અનુભવ ક્યાંથી આવ્યો, કેવી રીતે પ્રગટ થયો,
અને એ અનુભવે આપણામાં શું બદલ્યું.
લી. ઉર્વેશ શાહ


