શબ્દ વગર કોઈ પૂર્ણ નથી..

Related Articles

.શબ્દ તે તેની મકડીના જાળની જેમ ફસાવી દે છે, શબ્દ વગર કોઈ પૂર્ણ નથી.. શબ્દ વગર કોઈનું સત્ય કે અસત્યની ખબર પડતી નથી.. શબ્દ જે શીખ્યાં તે આપણું જીવન, જે શબ્દ ચૂકી ગયા તે બીજાનુ જીવન.શ્રી રામની રામાયણ છે, શ્રી કૃષ્ણની વાણી ‘ ગીતા ‘ છે, શ્રી પરશુરામની પ્રતિજ્ઞા છે, વામન અવતારની અદભૂત કથા છે, દરેક અવતારની શબ્દ થી ઢંકાયેલી અલોકિક રચનાઓ છે. શબ્દના અનેક રૂપ રંગ અને આકાર છે, કોઈનો અંતરના ઉંડાણમાંથી નીકળેલો વિશ્વાસ છે, કોઈનો સ્નેહના પરબને તરસ છૂપાવી શકે તેટલો સમય માટેનો શબ્દ છે. ઓળખથી વધારે તેના આચરણનો ચાહક છે.

શબ્દથી કેટલાય લોકોનો સંવાદ છે, શબ્દ પરમાત્મા ના પ્રેમને બોલાવી શકે તેટલો મધુર અવાજ છે, જે હૃદયને ધબકાવી શકે તેટલો બળવાન છે, એક શબ્દ ઘા કરીને ચિરી ને ટુકડા કરે તેટલો કઠોર છે. એજ શબ્દ કોઈનાં જીવનને જીવંત કરે તેટલો દયાળું છે.. શબ્દના હકિકત થી અજાણ નથી કોઈને , પણ હકીકતથી દુર ઘણું બધું અજાણ છે ..માત્ર શબ્દના આધારે બધું બદલાય જાય છે, શબ્દથી સંબંધ થાય છે, અને શબ્દથી કેટલાય લોકો ના સબંધ અકળાય છે, ખુશી થાય તો ક્યારેક દુઃખ, બધું જ શબ્દ પર આધાર છે, શબ્દ ક્યારેક જૂઠો હોય કે સાચો, તે શબ્દ અંતરઆત્માની દુનિયા જાણે છે. જે શબ્દ કદાચ ધીમે ધીમે રહીને મોટો થાય છે, પણ નાનકડો શબ્દ ઘણી મોટી આફત

લાવી શકે છે.. જે બોલવામાં આવે ક્યારેક બધું જ રંગરોગાન કરીને બોલવામાં આવે છે, જ્યારે અંતરના અવાજને લીધે ક્યારેક સાચું દબાવી દેવામાં આવે છે. શબ્દ પૂર્ણ છે અને અપૂર્ણ પણ છે, શબ્દ એજ પૂર્ણવિરામ છે શબ્દ જ એકબીજાના પ્રેમમાં પડેલા છૂપાયેલા પડદા જેવો છે..જ્યા જરૂરી હોય ત્યારે આવે નહિ, શબ્દ એ જ ક્ષણ છે એક એવી સાંજ સુધી પહોંચવા માટેની યાત્રા છે. લી. ઉર્વેશ શાહ

More on this topic

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Advertismentspot_img

Popular stories